PRAVIN KALAL – FATEPURA
ફરિયાદી માવજીભાઈ મોતીભાઈ પારગી આરોપી મારુતિ ઈકો ગાડી નંબર જીજે – ૧૭ એ.એચ. – ૦૬૩૪ ડ્રાઈવરનું નામ ખબર નથી.
વધુમા તીખી ફળિયામાં રહેતા પ્રભુભાઈ ચીમનભાઈ મહિડા પોતાની મોટર સાયકલ નંબર જીજે – ૫ એ.એમ. – ૧૫૧૧ લઈને મોટરસાયકલની પાછળ દાદીસાસુ વાલીબેનને બેસાડી મોટીરેલ થી કુંડા મુકવા જતા હતા બપોરના સમયે મોટા સલરા મહુડા ફળિયા આવતા બાઈક ઉપર બેઠેલ વાલીબેને મોટરસાઈકલ ઊભી રાખવા કહેતા અમોએ મોટરસાઈકલ સાઈડમાં ઊભી રાખી ઉભા હતા ત્યારે એક ઈકો ગાડી નંબર જીજે – ૧૭ એ.એચ. – ૦૬૩૪ 17 ના ડ્રાઈવરે ફતેપુરા તરફથી ફૂલ ઝડપે ગફલત ભરી રીતે ગાડી હંકારી લઈ આવી જોરથી ટક્કર મારતા દાદીસાસુ વાલીબેન નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને પ્રભુ ચીમનને કમરના ભાગે અને ડાબા હાથે, બંને પગે ઈજાઓ પહોંચાડી ગાડી મૂકી ડ્રાઈવર નાસી ગયેલ છે. 108 મારફતે સંતરામપુર હોસ્પિટલ લઈ ગયેલા ત્યાંથી ગોધરા રીફર કરેલા ગોધરા ડોક્ટરે વાલીબેનને મરણ જાહેર કરેલા. આવી રીતે એકસીડન્ટ થયેલ છે અને પોલીસે મારુતિ ઈકો ગાડી કબજામાં લઈ ઈપીકો કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪ (અ) એમ.વી.એક્ટ કલમ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.