Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના મોટીરેલ (પુર્વ) ગામના ખેડા ફળિયામાં આખા ફળિયાને મુખ્ય રસ્તા પર...

ફતેપુરા તાલુકાના મોટીરેલ (પુર્વ) ગામના ખેડા ફળિયામાં આખા ફળિયાને મુખ્ય રસ્તા પર જવા માટે રસ્તો જ નથી

ભારત દેશને આઝાદ થયા ને આજે 75 વર્ષ થઈ ગયા છે, પરંતુ ખેડા ફળિયાના રહીશોને મુખ્ય રસ્તા સાથે જોડવા કોઈ રસ્તો નથી અને એ પણ એવા સમયમાં કે જ્યારે ગુજરાત સરકાર દ્વારા હાલ માં “વંદે ગુજરાત વિકાસ યાત્રા” ચાલી રહી છે. ત્યારે આવા સમયે મોટી રેલ (પૂર્વ) ગામ વિકાસ નામના શબ્દ થી અપરિચિત છીએ, રસ્તો એ કોઈ પણ ગામ કે ફળિયાની પાયા ની જરૂરિયાત છે. પરંતુ ગામના બાળકોને સ્કુલે જવામાં પણ તકલીફ ઉભી થઈ રહી છે, ગામ માં મુખ્ય રસ્તાને જોડતો કરવા ફક્ત ૬૦૦ મીટરનો રોડ જ બાકી છે, પરંતુ ગામના સરપંચ, તાલુકા સભ્ય કે મોટી રેલ (પુર્વ) જીલ્લા પંચાયતના જીલ્લા સભ્યના હજુ સુધી ધ્યાને આવેલ નથી. પ્રિંટ મિડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી તમામ સરકારી તંત્ર સુધી આ ગામના ખેડા ફળિયાનાના નાગરિકોનો અવાજ પહોંચે તેમજ આ ઝળહળતા પ્રશ્નનો નિકાલ ત્વરિત થાય તેવું ગ્રામજનો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.

ગામના આગેવાનો દ્વારા જણાવવામાં આવે છે કે અમારા આ પ્રશ્ન નો સત્વરે નિકાલ નહીં કરવામાં આવે તો અમે ખેડા ફળિયાના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે જ્વલંત આંદોલન કરીશુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments