દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસ ગામે બુથ નં. -૧ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત નો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો. આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ગામના સરપંચ કાળુભાઇ ગરવાળ, તાલુકા પંચાયતના સભ્ય મનાભાઇ પારગી સહિત મોટી સંખ્યામાં ગામ લોકોએ સાથે મળી સાંભળ્યો હતો. મન કી બાત કાર્યક્રમ બાદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે લોકોને સંબોધી કોરોનાની રસી સૌ કોઇને લેવા અને ભ્રામક પ્રચારમાં ન પડવાનુ કહી દેરેક લોકો રસી મુકાવે તેના પર ભાર મુકી પોતાના વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા અનુરોધ કર્યો હતો.
ફતેપુરા તાલુકાના વડવાસ ગામે મન કી બાત કાર્યક્રમમાં કાર્યક્રરો સાથે નિહાળતા જીલ્લા ભાજપ પ્રમુખ તથા મોટી સંખ્યામાં લોકો નજરે પડી રહ્યા હતા. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સૌ કોઈએ નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે દેવાધી દેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.