ફતેપુરા તાલુકાના સુખસરની શ્રી નુતન વિદ્યાલય ખાતે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઇ
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ખાતે શ્રી નૂતન વિદ્યાલય ખાતે ધો. – ૧૦ ના રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં S.O.P. ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝર અને થરમલ ગન ના ઉપયોગ જેવા સરકાર ના નિયમોના પાલન અનુસાર પરીક્ષા યોજવામાં આવી હતી.
કોરોનાના કેસના ઘટાડાને લઈ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સંમતિ આપેલ હતી. જે પરીક્ષા દરમિયાન દરેક નિયમો તથા ગાઈડ લાઈન મુજબ બિલ્ડીંગ કંડક્ટર અલ્કેશભાઇ પ્રજાપતિ તેમજ સ્ટાફના માણસો, પોલીસ સ્ટાફ અને આરોગ્ય કર્મીઓના સાથ સહકારથી આજે તા.૧૫/૦૭/૨૦૨૧ ને ગુરુવારના રોજ થી ચાલુ કરવામાં આવી હતી. જે તા. ૨૭/૦૭/૨૦૨૧ ને મંગળવારે પૂર્ણ થશે. આજે પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓ તથા વાલીઓનો પણ સાથ સહકાર મળ્યો હતો.
ફતેપુરા તાલુકાના સુખસરની શ્રી નુતન વિદ્યાલયમાં માધ્ય. અને ઉ. મા. શિ. બોર્ડ દ્વારા ધો. – 10 ના રીપીટર અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ
RELATED ARTICLES