રાજ્યમાં યુવાઓએ 25000 બોટલો રકતદાન કરી લોકોની જીંદગી બચાવી છે. : પ્રશાંત કોરાટ પ્રદેશ યુવા મોરચા પ્રમુખ
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર I.T.I. ખાતે આજે તા.૧૦/૦૬/૨૦૨૧ ને ગુરુવારના રોજ ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના અધ્યક્ષ સ્થાને જીલ્લાના યુવાનોની પરિચય બેઠક યોજાઇ હતી જેમાં ભાજપના પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, પ્રદેશ યુવા મહામંત્રી કૌશલભાઇ દવે, ઉપાધ્યક્ષ મુકેશભાઇ રાઠવા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ મોહિતભાઇ ડામોર, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી અલયભાઇ દરજી, રાહુલભાઇ રાવત, પૂર્વ પ્રદેશ યુવા મોરચાના મંત્રી જયદિપસિંહ રાઠોડ, પૂવઁ પ્રમુખ બાબુભાઇ આમલીયાર સહિત મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. કાર્યક્રમની શરુઆત ભારત માતાના જય ધોષના નારા સાથે કરાઇ હતી. પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ અને મહાનુભાવોનું આદિવાસી સંસ્કૃત પ્રમાણે બંડી, ભોરીયું, તીર કામઠું, મોમેન્ટો, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાવી સન્માન કરાયું હતું. ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખે યુવાનોને કોરોનાની પરિસ્થિતિ કે વિસમ પરિસ્થિતિમાં યુવાનોને અડગ રહી કામ કરે, સેવા હી સંગઠનના ભાવ સાથે ગરીબોને અનાજની કીટ વિતરણ કરી મદદ કરે, સગર્ભા માતાઓ અને જરુરીયાતમંદ લોકોને બ્લડ ડોનેટ કરી મદદ કરે તેમજ આજ દીન સુધી ગુજરાતમાં યુવાનોએ 25000 બ્લડની બોટલોનુ દાન કરી લોકોના જીવ બચાવ્યા હોવાનું કહી આવનાર સમયમાં દાહોદ જીલ્લામાં પુરેપુરી છ વિધાનસભાની બેઠક લાવવા યુવાનોને હાંકલ કરી હતી.
ફતેપુરા તાલુકાના સુખસરમા ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઈ
RELATED ARTICLES