PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર સાહેબ નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનેગાર પકડવા ચોક્કસ એક્શન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવાની સૂચના કરેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ડામોર સાહેબનાઓના એ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માર્ગદર્શન આપેલ, જે અંતર્ગત ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે ફ.ગુ.ર.નં.-૬૮/૦૧૮ બોલેરો ચોરીનો ગુનો નોંધાયેલ જેમા ગઈકાલ રાત્રે સુખસર પો. સ્ટે. ઈનચાર્જ PSI હાર્દિક દેસાઈ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શકમંદ ઈસમ નીતિનભાઈ નગાભાઈ ડોડીયારનાઓ રહે.મોટા નટવા, આસપુર ચોકડી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહીં આપતા જેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા સુખસર પો.સ્ટે.ના-૬૮/૦૧૮ ના ગુનાની ચોરી કબુલ કરેલ છે. તથા સદર આરોપી અગાઉ મહિસાગર જિલ્લાના કડાણા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.-૨૧/૦૧૪ ઈ.પી.કો. કલમ-૩૭૯ તથા સલોપાટ (રાજસ્થાન) પો.સ્ટે.-૬૦/૦૧૫ ઈ.પી.કો. ક-૩૭૯ ના ગુનામાં મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ છે. આરોપી દિન – ૩ ના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરેલ છે. અને વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાવવાની શક્યતા છે.