ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં યોજાયો તાલુકા વિકાસ અધિકારી નો વિદાય સમારંભ અને નવા નિમાયેલ તાલુકા વિકાસ અધિકારી નો સત્કાર સમારંભ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની તાલુકા પંચાયતના સભાખંડમાં નવીન હાજર થયેલ તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરનો સત્કાર સમારંભ અને બદલીથી વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ રાઠવાનો વિદાય સમારંભ ગુજરાત વિધાનસભાના દંડક અને આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. જેમાં દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અતુલભાઇ ડોડીયાર, ફતેપુરા તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ મછાર, નાયબ તાલુકા વિકાસ અધિકારી ગરાસીયા તાલુકા પંચાયતના પ્રમુખ વિસ્તરણ અધિકારી એમ.બી. બારીયા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રીઓ, બાબુભાઈ આમલીયાર, કનુભાઈ પારગી, તાલુકા પંચાયતના સ્ટાફ ગણ તેમજ સરપંચો હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ રાઠવાનું તેમજ નવીન હાજર થયેલ તાલુકા વિકાસ અધિકારી જગતસિંહ ઠાકોરનું પુષ્પગુછ આપી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરેલું હતું. વિદાય થયેલ તાલુકા વિકાસ અધિકારી તેમજ નવીન હાજર તાલુકા વિકાસ અધિકારી નું દાહોદ જિલ્લા આદિવાસી પરંપરા મુજબ દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અતુલભાઈ ડોડીયાર ચાંદીનો ભોરીયુ પહેરાવી, શાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અને શ્રીફળ આપીને સન્માન કર્યું હતું તેમજ હાજર રહેલ તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પદાધિકારીઓ ફુલહાર કરી શ્રીફળ આપીને તેમજ સાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું.