Friday, January 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાની અપહરણનો ભોગ બનેલી પરણીતાનો ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી કબજો મેળવતી સુખસર પોલીસ

ફતેપુરા તાલુકાની અપહરણનો ભોગ બનેલી પરણીતાનો ઉત્તરપ્રદેશ રાજ્યમાંથી કબજો મેળવતી સુખસર પોલીસ

અપહરણનો ભોગ બનેલી ગર્ભવતી પરણીતાને સાત વર્ષના પુત્ર સાથે 30.એપ્રિલ-22 ના રોજ ઉત્તરપ્રદેશનો યુવાન ભગાવી ગયો હતો.

પરણીતાના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ઉચ્ચકક્ષાએથી મંજૂરી લઈ ઉત્તરપ્રદેશ પહોંચી હતી.

અપહરણનો ભોગ બનેલી ગર્ભવતી પરણીતા હાલ પિયરમાં, જ્યારે પુત્ર પિતા પાસે રહેશે: ડીલેવરી બાદ જે-તે નિર્ણય લેવાશે નો પંચો દ્વારા નિકાલ કરી સમાધાન કરાયું.

ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ગામડાની ગર્ભવતી પરણીતાનું સાત વર્ષના પુત્ર સાથે ઉત્તરપ્રદેશના યુવાન દ્વારા સમજાવી,પટાવી, ફોસલાવી ગત બે માસ અગાઉ અપહરણ કરી જવામાં આવેલ હતું. જે બાબતે પરણીતાના પતિએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આઉટ સ્ટેટમાં જવા માટે કરવી પડતી કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશ જઈ અપહરણનો ભોગ બનેલી પરણીતાનો સાત વર્ષના પુત્ર સાથે કબજો મેળવી સુખસર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.જ્યારે બંને પક્ષોની પંચો દ્વારા હાલ પરણીતા તેના પિયરમાં રહેશે જ્યારે પુત્રનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હોવા સહિત ગર્ભવતી પરિણીતાની ડીલેવરી બાદ જે-તે નિર્ણય લેવામાં આવશેનો પંચોની રૂબરૂમાં કરાર કરી સમાધાન કરવામાં આવ્યું છે.જોકે અપરણકાર પોલીસને ચકમો આપી ફરાર થઇ જવા પામ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સુખસરથી આશરે ત્રણેક કિ.મી ના અંતરે આવેલ એક ગામડાનું યુગલ મોરબી સાઈડ કંપનીમાં મજૂરી કામે અવર-જવર કરતું હતું.તેવા સમયે ઉત્તરપ્રદેશનો સુરેન્દ્રકુમાર આત્મજ પારસ યાદવ રહે.સિધ્ધપુર, દાસી,અલ્હાબાદ,ઉત્તર પ્રદેશના એ પરણીતાના પતિ સાથે પરિચય કેળવી પરણીતાને પ્રેમના પાઠ ભણાવ્યા હતા. ત્યારબાદ પરણીતાનો પતિ મોરબી સાઈડ કંપનીમાં કામ ઉપર હતો.જ્યારે પરણીતા સુખસર પાસે આવેલા એક ગામે તેના પિયરમાં આવી હતી. ત્યારબાદ પરણીતા 30.એપ્રિલ- 2022 ના રોજ સુખસર કપડા સીવડાવવા જાઉં છું તેમ જણાવી પોતાના સાત વર્ષના પુત્ર સાથે પિતાના ઘરેથી નીકળી હતી.ત્યારબાદ આ પરણીતા મોડે સુધી પિયરમાં કે તેના પતિના ઘરે નહીં પહોંચતા તેની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ પરણીતાનો કોઈ પત્તો મળ્યો ન હતો. જ્યારે ચારેક દિવસ જતા ઉત્તરપ્રદેશની સુરેન્દ્ર યાદવની સાથે સગપણ કરેલ તેમજ પરણીતાના પતિથી પરિચિત એવી એક મહિલાએ અપહરણનો ભોગ બનેલી મહિલાના પતિને મોબાઈલ દ્વારા જણાવેલ કે “તમારી પત્ની તથા તમારો પુત્ર સુરેન્દ્ર યાદવ ના ઘરે આવેલા છે”તેવી જાણ પડતા મહિલાના પતિએ 5.મે-2022 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી.ત્યારબાદ પોલીસે પોલીસને આઉટ સ્ટેટમાં જવા માટે કરવી પડતી કાર્યવાહી કર્યા બાદ સુખસર પોલીસ ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ હતી.અને અપહરણ કરી જનારનું ઠેકાણું શોધી કાઢ્યું હતું.પરંતુ અપહરણકાર સુરેન્દ્ર યાદવ રફુચક્કર થઈ ગયો હતો.જ્યારે પરણીતા તેના સાત વર્ષના પુત્ર સાથે મળી આવતા પોલીસે માતા પુત્રનો કબજો મેળવી સુખસર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
અહીંયા જણાવવું જરૂરી છે કે, જે સમયે પરણીતાનું કહેવાતું અપહરણ થયું તેવા સમયે પરણીતાના પેટમાં સાડા પાંચેક માસનો ગર્ભ ઉછરી રહ્યો હતો.હાલ આ ગર્ભ આઠ માસનો છે.જ્યારે પરણીતાને આજરોજ સુખસર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી.ત્યારે પરણીતાના પિયર તથા સાસરી પક્ષની પંચો ઉપસ્થિત રહી હતી.અને બંને પક્ષોએ પંચોની હાજરીમાં સમાધાન કરી કરાર કરવામાં આવેલ છે કે,હાલમાં પરણીતા ગર્ભવતી છે અને ઉતાવળે કોઈ નિર્ણય લઈ શકાય નહીં તેવો પંચોએ નિર્ણય લેતા પરણીતા તેના પિયરમાં ભાઈઓ પાસે રહેશે.જ્યારે સાત વર્ષના પુત્રનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો છે.જ્યારે પરણીતાને ડીલીવરી થયા બાદ બંને પક્ષની પંચો મળશે અને તે સમયે જે પણ બંને પક્ષોની હાજરીમાં પૂછપરછ બાદ પંચો દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે તે બંને પક્ષોને માન્ય રહેશેના કરારથી હાલ સમાધાન કરી લેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments