જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા કાનૂની સેવા સમિતિ ફતેપુરામાં રાખવામાં આવેલ કાર્યક્રમમાં યૌન અપરાધો થી બાળકોની સુરક્ષા તથા પીડિત માટે હેલ્પ લાઇન નંબરોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાની પટીસરા અને ભીંટોડી પ્રાથમિક શાળામાં કાનૂની સેવા સત્તા મંડળ દાહોદ દ્વારા ફતેપુરા નામદાર કોર્ટ કાનૂની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તાર માં અવાર-નવાર છેડતી, શોષણ થવું જેવા બનાવો બનતા જ રહે છે. જેથી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દાહોદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં યૌન અપરાધોથી બાળકોની સુરક્ષા અધિનિયમ 2012 પોકસો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. બાળકોમાં જાતીય શોષણ વિશે જાગૃતિ આવે તે હેતુથી ફતેપુરા કોર્ટ દ્વારા યોજાયેલ કાનૂની જાગૃતિ શિબિર માં જાતિ શોષણ એટલે શું? બાળકોની સાથેના યૌન અપરાધો અંગે કયો કાનૂન ભારતમાં છે? તેમાં શું શું જોગવાઈ કરવામાં આવેલી છે? તેની માહિતી આપવામાં આવી હતી.
બાળકો સાથે તથા 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ સાથે ગુન્હા બનતા હોય તો શું ધ્યાનમાં રાખવું? માતા-પિતાએ શું શું કાળજી લેવી? ગામજનોએ શું ધ્યાનમાં રાખવું? જેવી બાબતોને ખૂબ સારી રીતે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.તેમજ હેલ્પલાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.જેમાં ચાઈલ્ડ હેલ્પલાઇન 1198 તથા સ્થાનિક પોલીસ 100 તેમજ નાલસા હેલ્પલાઇન ૧૫૧૦૦ વિશે શાળામાં ભણતા બાળકો અને ગ્રામજનોને ને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.