Monday, March 17, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકામાં આંગણવાડી વર્કરોને બિલ આપવામાં ધાંધિયા કેમ? કલેક્ટર તપાસ કરી કાર્યવાહી...

ફતેપુરા તાલુકામાં આંગણવાડી વર્કરોને બિલ આપવામાં ધાંધિયા કેમ? કલેક્ટર તપાસ કરી કાર્યવાહી કરે તેવી લોક માંગ

PRAVIN KALAL – FATEPURA

ફતેપુરા તાલુકામાં આંગણવાડી વર્કરોને ગરમ નાસ્તાના બિલ ચૂકવવામાં આવતા નથી તેમજ રોસ્ટર સુખડીના બિલો ફતેપુરા તાલુકામાં ઘટક એક અને બેમાં ઘણા સમયથી ચૂકવવામાં આવતા નથી આંગણવાડી વર્કરોને બાળકોને મળતા લાભોના બિલો નહીં ચૂકવવામાં આવતા બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણયુક્ત નાસ્તો તેમજ ફ્રૂટ આંગણવાડી વર્કરો બાળકોને આપી શકતા નથી અને પોતાના ઘરના પૈસા કાઢી અથવા વેપારીઓને ત્યાંથી ઉધાર લાવી ખવડાવે છે

This news is sponcered by RAHUL MOTORS

જેથી તેઓને વધારે ઉધાર મળતું પણ નથી વેપારીઓ આપતા પણ નથી તે આ એક પ્રકાર નું શોષણ થાય છે તો શું આ હકીકતો આંગણવાડી C.D.P.O.ને લાગુ પડતી નથી કે સરકારી લાભો બંધ કરેલ છે તેવું જણાઇ આવે છે તો આ બાબતે તંત્ર દ્વારા સજાગ થઇ એક્શન લઈ ઘટતું કરવામાં આવશે ખરું ? કે પછી આ વર્કરોને પોતાની મેહનત અને હકના રૂપિયા નહિ મળે? આ માટે જવાબદાર કોણ? સંબધિત અધિકારી આ બીલો રોકી રાખ્યા છે ? જો રોક્યા હોય તો તેનું કારણ શું? અને જો કોઈ કારણ ના હોય તો આ આંગણવાડી વર્કરો શું કામ પોતાના ઘરના રૂપિયે કે ઉધાર દેવું કરીને બાળકોને આહાર ખવડાવે ? આ બાબતે જિલ્લા કલેક્ટર મામલાની ઊંડી તપાસ કરી અને સાચી હકીકતની તપાસ કરી ગુનેગારો સામે પગલાં ભારે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments