તારીખ 13 મે 2024 સોમવારના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ત્રાટકયો હતો. તાલુકામાં ઠેર ઠેર ધૂળની ડમરીઓ ઉઠવા પામી હતી. અને અચાનક જ વરસાદ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારે ફતેપુરા તાલુકાના ડુંગર ગામે ભૂરી ડાબરી ફળિયામાં વાવાઝોડાના કારણે એક નિરાધાર બાળકોના મકાન ઉપર લગાવેલા પતરાં ઉડી જવા પામ્યા હતા. અને બાળકોના માથેથી છત છીનવાઈ ગઈ હતી. છત પરથી પતરા ઉડી જતા મકાન ખુલ્લું થઈ જવા પામ્યું હતું. અને મકાનમાં મૂકી રાખેલો અનાજ તેમજ ઘરવખરીનો સર સામાન પલળી જતાં આ નિરાધાર બાળકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા.
ડુંગર ગામના ભૂરી ડાબરી ફળિયાનામાં રહેતા તાવીયાડ રાજુભાઈ નાનજીભાઈ કે જેઓ 2016માં કુદરતી રીતે અવસાન પામ્યા હતા. તેમને ત્રણ છોકરીઓ અને બે છોકરા કે જેઓ નિરાધાર છે. અને ઘરમાં એક ડોશીમાં હકરીબેન નાનજીભાઈ તાવીયાડ ઉ.વ. આશરે 86વર્ષ કે જેઓ છેલ્લા 4વર્ષ થી પેરાલિસિસના લીધે પથારીવસ છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે નિરાધાર બાળકોના મકાનના પતરા ઉડી ગયા જતા અચાનક આવેલી આકાશી આપત્તિ થી બાળકોમાં ઘબરાઈ ગયાં હતા.અને બૂમાબૂમ કરી હતી. જેના પગલે આજે બાજુમાં રહેતા પાડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પેરાલીસીસ થયેલ ડોશીમાને તેમજ બાળકોને બાજુના મકાનમાં લઈ ગયા હતા. અને તેઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા રાતો રાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ નિરાધાર બાળકોએ ઘટનાની જાણ જિલ્લા પંચાયત સદસ્ય ને જાણ થતા તેઓ રાત્રિના સમયે તાત્કાલિક ઘટના સ્થળે આવી બાળકો માટે તમામ પ્રકારની મદદ કરવાની અને સરકાર દ્વારા પણ મળતી તમામ સહાય અપાવા માટે આશ્વાસન આપ્યું હતું. અને તેમના દ્વારા અન્ય બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
ત્યારે આ બાબતની ફતેપુરા તાલુકા વહીવટી તંત્રને જાણ થતા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા અપાતી તમામ પ્રકારની સુવિધાઓનો લાભ પુરે પૂરો અપાવીશું. આજે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડુંગર ગ્રામપંચાયતના તલાટીને આદેશ કરાતા તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.અને નિરીક્ષણ કર્યું હતુઁ.અને તલાટી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા મળતી તમામ પ્રકારની યોજનાઓનો લાભ જે મળવા પાત્ર હશે તે તમામ લાભ બાળકોને મળશે. આ બાબતની જાણ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના સાંમાજિક કાર્યકર મેહુલ તાવિયાડને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અને સ્થળ મુલાકાત લઈ આ નિરાધાર બાળકોને સાંત્વનાં પાઠવી હતી. ફાળો કરી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.