Friday, November 22, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકામા વારંવાર ખોરવાતી BSNL ની સેવાથી લોકો ત્રાહિમામ, જો ટૂંક સમયમાં...

ફતેપુરા તાલુકામા વારંવાર ખોરવાતી BSNL ની સેવાથી લોકો ત્રાહિમામ, જો ટૂંક સમયમાં સમસ્યાઓનો કાયમી નિકાલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી

 

PP photo

NewsTok24 – Sabir Bhabhor – Fatepura

 

ફતેપુરા પંથક ભારત સંચાર નિગમ દ્વારા આપવામા આવતી ઈન્ટરનેટ તેમજ મોબાઈલ સેવા વારંવાર ખોરવાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. હાલના યુગમા ઈન્ટરનેટના માધ્યમથી દરેક કામ થાય છે ત્યારે BSNL સેવા ઠપ્પ થવાથી હજારો લોકોના કામ અટવાઈ પડે છે. મહિનામા સરેરાશ 10 થી 15 દિવસ સેવા ઠપ્પ થઈ જાય છે છતા તંત્રના પેટનુ પાણી હાલતુ નથી અને સંતરામપુર ખાતે આવેલ ઓફીસ પર ફરીયાદ કરવા છતા સંતોષકારક જવાબ ન મળતો હોવાની બુમો ઉઠવા પામી છે. આજરોજ નગરજનો દ્વારા આ અંગે જવાબદાર કર્મચારીઓ પર પગલા ભરવા તેમજ જેટલા દિવસ સેવા બંધ રહે તેટલા દિવસનુ ભાડુ કાપી આપવાની લેખીત રજુઆત ગોધરા ખાતે આવેલ મુખ્ય ઓફીસ પર કરવામા આવી છે.

વારંવાર રજુઆતો છતાં ફરીયાદોની અવગણના થતી હોવાના કારણે  લોકોમાં આક્રોશ

તેમ છતાં આ બાબતે કોઇપણ યોગ્ય પગલા લેવાતા ન હોઈ મીડિયાના માધ્યમથી સરકારમાં ફતેપુરા લોકોની રાવ. એક તરફ જયારે કેન્દ્ર સરકાર BSNL ના નવા કનેકસનો વધારવા માટે નીતનવા પ્રયોગો કરી રહી છે ત્યારે બીજી બાજુ વાડ  જ ચીભડા ગળે છે તે પંક્તિને સાર્થક કરતા દાહોદ જીલ્લાના BSNL ના ઉચ્ચ અધિકારીઓ તેમજ ફતેપુરા પંથકના કર્મચારીઓ કુંભકર્ણ નિદ્રામાંથી જાગીને શું ફતેપુરા પંથકની સમસ્યાઓનું નિકાલ લાવશે ખરા? અને જો આમ કરવામાં નહી આવે તો ફતેપુરા પંથાંક ના લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગને અપનાવી પોતાના હક્કો માટે આવનારા સમયમાં આંદોલન કરશે તેવું જણાવ્યું હતું.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments