Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકામા ગતરોજ સાંજ ના સમયે અચાનક વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડવાથી અમુક સમય માટે જનજીવન ખોરવાઈ ગયુ હ્તુ, તેમજ તાલુકા મા ઠેર ઠેર ઝાડ પડી જવાના બનાવ પણ બનવા પામ્યા છે.તથા કેટ્લાક ઘરો ના નળીયા તેમજ પતરા ઉડી જવા પામ્યા હતા.
HONDA “NAVI” — RAHUL MOTORS DAHOD
વાવાઝોડા ના પગલે વિજ પ્રવાહ રાત્રી ના સમયા થી જ બંધ કરી દેવામા આવ્યૂ હતો આશરે ૨૦ કલાક ઉપરાંત વિજ પ્રવાહ બંંધ રહેતા લોકોને ગરમી ના ઉકળાટ વચ્ચે આખી રાત હેરાન થવુ પડ્યુ હતુ સવારે અનેક રજુઆત બાદ બીજા દિવસે બપોરે વિજ પ્રવાહ ચાલુ કરવામા આવ્યો હતો., જયારે બીજી તરફ વાવાઝોડા ના લીધે બલૈયા રોડ ઉપર તોતિંગ ઝાડ પડી જતા આશરે ૧૬ કલાક સુધી વાહન વ્યવહાર ઠ્પ્પ થઈ જતા ટ્રાફીક જામ થવા પામ્યો હતો.