ફતેપુરાના ભૂરી બા પાર્ટી પ્લોટમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞા પીઠ લીમડીયા ફતેપુરાના પ્રમુખ રામજીભાઈ ગરાસીયા અને મંત્રી ચંદ્રસિંહ પારગી અને તેઓની ટીમ દ્વારા મહાયજ્ઞ અને કળશ યાત્રા કાઢવામાં આવી હતી
ભુરીભા પાર્ટી પ્લોટના મેદાનમાં આજે તા.૦૭/૦૧/૨૦૨૫ થી તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી 24 કુંડીય શક્તિ સર્વ ધન ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન રાખવામાં આવેલ છે મહાયજ્ઞમાં હજારોની સંખ્યામાં ભક્તજનો જોડાવાની ધારણા રાખવામાં આવી રહી છે તા.૦૭/૦૧/૨૦૨૫ ને મંગળવાર ના રોજ ફતેપુરા નગરમાં વિશાલ દિવ્ય મંગલ કલશ શોભાયાત્રા બપોરના 12:30 રાખવામાં આવી હતી આ કળશયાત્રામાં આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કળશ યાત્રામાં લોકો જોડાયા હતા વિશાળ સંખ્યામાં કળશ યાત્રા પોથી યાત્રા પ્રથમવાર જોવા મળી હતી ફતેપુરા નગર ભક્તિમય બની ગયું હતું આ શોભાયાત્રામાં આદિવાસી નૃત્ય તેમજ પોથીયાત્રા કળશ યાત્રા તેમજ વ્યસન મુક્તિ ધર્મનો પ્રચાર લોકજાગૃતિ પોતાની સંસ્કૃતિ ની જાગૃતિ જેવા વિવિધ સૂત્રો દ્વારા નગરના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચાર દિવસ ચાલનારા આ 24 કુંડી મહાયજ્ઞમાં આજુબાજુથી ભક્તજનો મોટી સંખ્યામાં લાભ લે તેમજ આ 24 કુંડી યજ્ઞ દ્વારા લોકોને જાગૃત કરવા માટે ગાયત્રી પરિવાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે આ શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ શોભાયાત્રા ને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ફતેપુરા નગરના પી.આઈ જે એમ ખાંટ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો