ભાજપી નેતાઓ ચૂંટાયેલ તાલુકા પંચાયતના સભ્યને લાવવામાં અસક્ષમ રહ્યા. ગત તા.૨૦/૦૬/૨૦૧૮ના રોજ ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા પામી હતી, ચૂંટણી હાથ ધરાતાની સાથે ભાજપના સભ્યોએ પોતાનો એક સભ્ય કોંગ્રેસના સભ્યો લઈ ગયા હોવાની બાબતે હોલમાં સખત વિરોધ નોંધાવી સભા ચાલવા દીધી ન હતી. આખરે ચૂંટણી અધિકારીએ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચૂંટણી મોકૂફ રાખી ગુરૂવારના તા.૨૧/૦૬/૨૦૧૮ના રોજ ચુંટણી પ્રક્રિયા યોજવાની જાહેરાત કરતા ફતેપુરા તાલુકા પંચાયત ખાતે આજ રોજ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસના ૧૪ સભ્યો હાજર રહ્યા હતા ત્યારે બુધવારના રોજ હાજર રહેલ ભાજપના ૧૩ સભ્યો માંથી ગુરૂવારના રોજ એક પણ સભ્ય ફતેપુરા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ-પ્રમુખ ની પસંદગી પસંદગી પ્રક્રિયામાં હાજર ન રહ્યા હતા ભાજપના ૧૪ સભ્યોમાંથી એક પણ સભ્ય હાજર ન રહેતા કોંગ્રેસના હાજર રહેલ ૧૪ સભ્યોને અધિકારીએ ચુંટણી પ્રક્રિયા હાથ ધરી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર અને ઉપપ્રમુખ માટે જવરાભાઈ મીઠાભાઈ બારીયાને જાહેર કરતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાયો હતો. ફતેપુરા તાલુકા પંચાયત ભાજપના કબજામાં હતી ત્યારે આ વખતે કોંગ્રેસે પોતાની પકડ જમાવી ભાજપ પાસેથી ફતેપુરા તાલુકા પંચાયત છીનવી કોંગ્રેસની કરી પોતાના ફાળે કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ધાંધલ ધમાલ ન થાય તે માટે ફતેપુરા પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ફતેપુરા તાલુકા પંચાયત કોંગ્રેસે લેતા કોંગ્રેસના સભ્યો દ્વારા ફતેપુરામાં વિજય સરઘસ વાજતે ગાજતે કાઢવામાં આવ્યું હતું.