દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ધારાસભ્યની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં તાલુકા પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં તમામ કર્મચારીઓની સાથે ચર્ચાઓ કરી કામગીરી કરવા તેમજ બાકી કામગીરી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ સામાન્ય સભામાં નીચે મુજબના એજન્ડાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જે આ પ્રમાણે છે. – ફતેપુરા તાલુકા પંચાયતનું વિભાજન, ગત સભાની મીટીંગની બહાલી, નવા ચૂંટાયેલા કારોબારી સભ્યોને – સામાજિક ચેરમેનને ચેમ્બર ફાળવવા માંગ, તાલુકાની જર્જરિત આંગણવાડીઓ અને રસ્તાઓનું રીપેરીંગ કામ, ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ શાસનમાં લેવાયેલ કોમ્પ્યુટર ઓપરેટરોને છુટા કરી નવા ઓપરેટરો લેવા માટેનો ઠરાવ, મનરેગા યોજના હેઠળ લોકોને કામો આપવાની માંગ વિગેરે રજૂઆતો ઉપર ધ્યાન દોરી મીટીંગ યોજવામાં આવી હતી.