- ચાર આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કુલ રૂપિયા ૬૫,૧૫,૫૪૭/- ની પૂરેપૂરી રીકવરી કરી
- ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સ અને આયશા બોરવેલ જનરલ સપ્લાયરના માલિક ફિરદોષ અબ્દુલ રહીમ ધડા જે નાણાં ઉપાડવાના ૭% લખે કમિશનની ભાગીદારી કરી હતી.
ફતેપુરા તાલુકા પંચાયતમાંથી ૧ તારીખ પહેલા ચેકની ચોરી થઈ હતી અને જે ચેક ફતેપુરાના અફવા મ.ક.સ.મંડળી.લી ના એકાઉન્ટમા રાજેશ ભેમા લબાનાએ જમા કરાવ્યા હતા અને જે રૂપિયા પણ તે એકાઉન્ટમાંથી ૬૫,૧૫,૫૪૭/- રૂપિયા ઉપાડી લેવામા આવ્યા હતા. જેની જાણ તાલુકા વિકાસ અધિકારીને થતા જગતસિંગ ઠાકોર દ્વારા જેની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે નોંધાવી હતી અને ત્યાર બાદ પોલીસે તપાસનો ધામધમાટ શરુ કર્યો હતો ત્યારે ગત રોજ પોલીસે આરોપીઓ દ્વારા ઉપાડવામા આવેલા નાણાંની રિકવરી કરી લેવામા આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પોલીસે ચાર આરોપીનેની ધરપકડ કરી લેવામાં આવ્યા છે. જેમાં બે આરોપી કે પુષ્પપેન્દ્ર અરવિંદ લબાના કે જે આશી.ટેક્નિસીશિયન તરીકે બીજો આરોપીને પ્રતીક પ્રવીણ કલાલ કે તા.પં. મા કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આઉટસોર્સ કર્મચારી તરીકે તાલુકા પંચાયતમા ફરજ બજાવતા હતા. જેમા પ્રતીક કલાલે તાલુકા પંચાયતની હિસાબનીશ શાખા માંથી પી.એલ.એ.ટુ ટી.ડી.ઓના એકાઉન્ટની ચેક બુક માંથી ચેકની ચોરી કરી હતી તેમજ પુષ્પન્દ્ર લબાના દ્વારા હિસાબનીશના સિક્કા મારી હિસાબનીશ અને તાલુકા વિકાસ અધિકારીની ડુપ્લીકેટ સહી કરી હતી અને જે ચેક રાજેશ લબાના મ.ક.સ.મંડળી.લી ના સંચાલકને આપ્યો હતો જેમાં રાજેશ લબાના એ મ.ક.સ.મંડળી.લી ના નામે ચેક રૂપિયા.૬૫,૧૫,૫૪૭/- ભરીને પી.એલ.એ.ટુ ટી.ડી.ઓ.ના એકાઉન્ટ માંથી મ.ક.સ.મંડળી.લી ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામા આવ્યા હતા. ત્યાર બાદ રાજેશ લબાના નાણાં ઉપાડવા માટે ઝાલોદ ખાતે આવેલ ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સના એકાઉન્ટમા અને આયશા બોરવેલ અને જનરલ સપ્લાયરના એકાઉન્ટમા નાખી ઉપાડી લેવામા આવ્યા હતા. જેમાં ધડા કન્સ્ટ્રકશન અને બિલ્ડીંગ મેટીરીઅલ્સ અને અને આયશા બોરવેલ અને જનરલ સપ્લાયરના માલિક ફિરદોષ અબ્દુલ રહીમ ધડા જે નાણાં ઉપાડવાના ૭% લખે કમિશનની ભાગીદારી કરી હતી.
આમ હાલ પોલીસે આ ચારેય આરોપીને ની ધરપકડ કરી લેવા મા આવી છે અને આ ચારેય આરોપી પાસેથી નાણાંની રિકવરી કરવામા આવી છે જેમાં આરોપી રાજેશ લબાના પાસેથી ૧૫ લાખ ૨૦ હાજર રૂપિયા, પ્રતીક કલાલ પાસેથી ૨૨ લાખ ૮૭ હાજર રૂપિયા, પુષ્પેન્દ્ર લબાના પાસેથી ૨૨ લાખ ૮૮ રૂપિયા તેમજ ફિરદોષ અબ્દુલ રહીમ ધડા પાસેથી ૪ લાખ ૨૦ હાજર રૂપિયા એમ કુલ ૬૫૧૫૫૫૭/- રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
હાલ પોલીસ આ ચારેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તાપસ હાથ ધારી છે અને બીજા અન્ય કોઈ રાજકીય કે તાલુકા પંચાયતના કર્મચારીની સંડોવણી છે કે કેમ તે હાલ પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામા આવી રહી છે.