દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે આરોપી દીપ્તાંશુભાઇ મનોજભાઈ આમલીયાર, નેસ રતનપુર, તા. ફતેપુરા, જિ. દાહોદ (માજી સરપંચ) ફરીયાદી અનિલકુમાર રાયજીભાઇ પટેલ ઉ.વ ૩૪ વર્ષ, ધંધા – નોકરી (સહાયક ઇજનેર) હાલ રહે. મોટી બાંડીબાર, પ્રજાપતિવાસ, ધાંચી મુસ્લીમ પંચના ભાડાના મકાનમાં તો.લીમખેડા જિ. દાહોદ, મુળ રહે. ઘામોદ પીપળી ફળીચું તા. લુણાવાડા જિ. મહીસાગરને ગ્રામ પંચાયતમાં ઢોરના પાણી પીવાના હવાડાના નકસા બનાવી આપવા બાબતે તા.૧૨/૦૭/૨૦૨૩ ના રોજ ફોનથી મા બેન સમી ગાળો બોલી નક્સો લીધા વગર ઓફીસના પગથીયા નહીં ચડવાની ધમકી આપી હતી. અને તા.૧૯/૦૭/૨૦૨૩ ના સાંજના ૦૪:૩૦ વાગે ટી.ડી.ઓ. ની ઓફીસમાં ફરજ પર હાજર હતા, તે વખતે અચાનક આરોપી આવી જઇ કંઇપણ કહ્યા વગર હાથ વડે મોઢે તથા માથાના ભાગે હાથમાં પહેરેલ ચાંદીનુ કડુ (ભોરીયુ) મારી રાજ્ય સેવકની કાયદેસરની ફરજમા અડચણ કરી સ્વેચ્છા પુર્વક ઇજા કરી ગુનો કરેલ છે. જે બાબતે ફરીયાદી અનિલકુમાર રાયજીભાઇ પટેલ ઉ.વ ૩૪ વર્ષ, ધંધા – નોકરી (સહાયક ઇજનેર) હાલ રહે. મોટી બાંડીબાર, પ્રજાપતિવાસ, ધાંચી મુસ્લીમ પંચના ભાડાના મકાનમાં તો.લીમખેડા જિ. દાહોદ, મુળ રહે. ઘામોદ પીપળી ફળીચું તા. લુણાવાડા જિ. મહીસાગર ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા ફતેપુરા પો.સ્ટે.ગુ.રજી. નં. ૧૮૦૦૫૮૭ – કલમ – ૧૦૬, ૩૩૨ ૫૦૪, ૫૦૭ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે T.D.O. ઓફિસમાં માજી સરપંચ દ્વારા અધિક મદદનીશ...
ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે T.D.O. ઓફિસમાં માજી સરપંચ દ્વારા અધિક મદદનીશ ઇજનેરને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ
By NewsTok24
0
116
- Tags
- flash
RELATED ARTICLES