દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપ-પ્રમુખ ચાર્જ સંભાળવાના એક કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રઘુભાઈ મછાર, પૂર્વ ધારાસભ્ય દિતાભાઈ મછાર, તાલુકા પંચાયત અને પંચાયતમાં કોંગ્રેસના સભ્યો અને આજુબાજુ વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો, સરપંચો બધા સાથે જોડાઈ કોંગ્રેસ પક્ષના કાર્યાલય ઉપર ભેગા થયા હતા અને ત્યાંથી બધા વાજતે ગાજતે તાલુકા પંચાયત ખાતે આવી અને પૂજા અર્ચના કરી પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર તેમજ ઉપપ્રમુખ જવરાભાઈ બારીયાએ વડીલોના આશીર્વાદ લઇ એકબીજાને ફૂલહાર પહેરાવી ચાર્જ સંભાળ્યો હતો અને પ્રમુખ દ્વારા જણાવેલ કે ઘણા સમયથી કોંગ્રેસને બેસવા માટેની જગ્યા ન હતી જ્યારે આ લાભ મળતા કોંગ્રેસના કાર્યકરો એકબીજાને સહકાર આપી ખોટા કાર્યક્રમો થઈ રહ્યા છે એવા પ્રચાર થાય છે તે આપણે આપણા લેવલ અટકાવીશું અને ગ્રામ્ય લેવલે વિકાસના કામો થાય છે કે કેમ એ માટે પક્ષ દ્વારા વફાદાર રહીશું અને તાલુકા પંચાયત ખાતે એકબીજા માણસ અને લાલચમાં ના આવવું તે મહત્વનું છે અને ગરીબોનું ધ્યાન રાખીને સેવા કરવી એ ભાવનાઓ વ્યક્ત કરી હતી અને ખુશીનો માહોલ છવાયો હતો.