NewsTok24 – Sabir Bhabhor -Fatepura
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપ પ્રમુખ ની ચુંટણી મા ટાઇ થતા ચીઠ્ઠી ઉછાળવામા આવતા પ્રમુખપદે કોંગ્રેસ ના ઉમેદવાર નુ નામ ખુલ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી મા ફતેપુરા તાલુકા પંચાયત ની કુલ 28 બેઠકો માથી 14 ભા.જ.પા ને તેમજ 14 બેઠક કોંગ્રેસ ને મળતા પ્રમુખ કોણ બનશે આ એક મોટો સવાલ હતો . અનેક અટકળો વચ્ચે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ ચુંટણી મા બન્ને પક્ષો એ સરખા મત થતા ટાઇ પડી હતી અને ઉમેદવારો ના નામ ની ચીઠ્ઠી પાડવામા આવતા અનેક અટકળો ને અંતે પ્રમુખપદે ભા.જ.પા ના ઉમેદવાર ગીતાબેન ડામોર અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસ ના ઉમેદવાર અ.રજ્જાક ગુલામ મોહંમદ પટેલ નુ નામ ખુલતા તેઓના નામ જાહેર કરવામા આવ્યા હતા.
ફતેપુરા તાલુકા પંચાયત મા પ્રમુખ ભા.જ.પા ના અને ઉપ પ્રમુખ કોંગ્રેસ ના ઉમેદવાર
RELATED ARTICLES