NewsTok24 – Sabir Bhabhor – Fatepura
સ્થાનિક સ્વરાજય ની ચુંટણી ના પરીણામો નેલઈને પ્રજા તેમજ ઉમેદવારો મા ઉત્સુકતા હતી તેનો અંત આવતા આજરોજ ફતેપુરા ખાતે શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કુલ મા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી કરવામા આવી હતી જેમા ભા.જ.પ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી સાથે પરીણામ જાહેર થયુ હતુ જેમા ફતેપુરા તાલુકા પંચાયત ની કુલ 28 બેઠકો મા 14 બેઠકો પર ભા.જ.પ અને 14 બેઠકો ઉપર કોંગ્રેસ ના ઉમેદવારો એ વિજય મેળવ્યો હતો. જયારે જીલ્લા પંચાયત ની ફતેપુરા તાલુકાની 6 બેઠકો પૈકી 5 બેઠક ઉપર કોંગ્રેસ અને એક ઉપર ભા.જ.પ એ વિજય મેળવ્યો હતો . આમ ફતેપુરા ખાતે શાંતિ પુર્ણ માહોલ વચ્ચે મત ગણતરી પ્રક્રિયા પુર્ણ થઈ હતી.