PRAVIN KALAL –– FATEPURA
ફતેપુરા તાલુકા મામલતદાર કચેરીના રેવન્યુ વિભાગના કમઁચારીઓ માટે કવાટર્સનું નિર્માણ થતા કર્મચારીઓને રાહત, મામલતદાર, રેવન્યુ વિભાગના કર્મચારીઓના કવાટર્સ બનતા તાલુકાની પણ રોનકમાં વધારો થયો.
ફતેપુરા તાલુકો બન્યોને બે દાયકા જેટલો સમય વિતી જવા પામ્યો છે બે દાયકામાં ફતેપુરામાં વિકાસની સાથે રોનક પણ બદલાઇ છે ફતેપુરા તાલુકો બનતા તમામ વિભાગની કચેરીઓ ફતેપુરામાં ધમધમતી થઇ છે તાલુકા કક્ષાએ કચેરીઓ શરું થતા અરજદારોને મહંદ અંશે રાહત થવા પામી છે તાલુકો બનતા અધિકારીઓ અને કર્મચારીઓનો પણ નોધપાત્ર વધારો થયેલો જોવા મળી રહ્યો છે તાલુકો બનતા લોકોના ધંધા રોજગારમાં પણ વધારો થયો છે ત્યારે તાલુકા કક્ષાએ અધિકારીઓ અને કમઁચારીને રહેવા માટે જરુરી સરકારી આવાસો ન હોવાથી કમઁચારી, અધિકારીઓને ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. કમઁચારીઓ અને અધિકારીઓ સરકાર તંત્ર દ્વારા ફતેપુરા ખાતે ફતેપુરા મામલતદાર રેવન્યુ કર્મચારીઓ માટે અત્યંત આધુનિક કવાટર્સોનું નિર્માણ થતા કર્મચારીઓ અને અધિકારીઓને હવે રહેવા માટે રાહત રહેશે ત્યારે ફતેપુરાના બાયપાસ રોડ પર અત્યંત આધુનિક તૈયાર થયેલ કવાટર્સોનું જે આદર્શ આચાર સંહિતાના પગલે હવે ચુંટણી બાદ અધિકારીઓ અને કર્મચારી ઓને રહેવા માટે ખુલ્લા મુકાશે.