દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની તાલુકા કુમાર શાળામાં આગ અકસ્માતમાં કેવી રીતે બચવું તે અંગેની વિવિધ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે બાબતે વિદ્યાર્થીઓને, શાળાના શીખકોને અને ગામના પ્રજાજનોને મોકડ્રીલ દ્વારા સમજાવવામાં આવ્યું. મોકડ્રીલનો ડેમો કરતાં ફાયરબ્રિગેડની ગાડી સાયરન વગાડતા વગાડતા સ્કૂલમાં આવતાની સાથે લોકો પણ દોડી આવ્યા હતા. ક્યાં આગ લાગી? શું થયું? પરંતુ ત્યાં જોતા સંતોષ અનુભવ્યો હતો આગ લાગતાં તેને કેટલા સુધી પાણી જાય છે અને કેવી રીતે આગ ઓલવાય છે એ આગ સળગાવીને બતાવવામાં આવ્યું હતું કૂવામાંથી કે તળાવમાંથી કેવી રીતે બચવું તે માટે સેફટી ટ્યુબનો ઉપયોગ કેવી રીતે કરવું એ માટે આધુનિક પદ્ધતિથી બતાવવામાં આવ્યું હતું. કોઈ મકાનમાં ફસાઈ જવાથી નીકળવા માટે હાઇડ્રોલિક કટર ઉપયોગ કેવી રીતે કરવો, સળીયા કેવી રીતે કાપવા અને બહાર નીકળવું તે બતાવ્યું હતું. આ બધી જાણકારીઓ ફાયરબ્રિગેડના કર્મચારીઓ દ્વારા બતાવવામાં આવી હતી.