દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં વિજયાદશમી ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફતેપુરા તાલુકામાં મુખ્ય માર્ગો ઉપર શસ્ત્ર પૂજન કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ શસ્ત્ર પૂજન કરીને વિજયાદશમીના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સમાજના ધર્મનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા વિશેષ પ્રયાસો કરીને પોતાના ધર્મ, સંસ્કૃતિ અને સમાજની ઉન્નતિ અને સુરક્ષા માટે તન, મન અને ધનથી સહયોગ કર્યો તે બદલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ફતેપુરા તાલુકો સૌ સનાતની સહયોગીઓનો ઋણ સ્વીકાર કરે છે. સાથે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાની સુરક્ષા માટે ભવિષ્યમાં પણ આવો જ સાથ અને સહકાર મળી રહેશે તેવી અપેક્ષા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી હતી, અને જણાવ્યું હતું કે સંઘ દ્વારા આપ સૌનો ફરી એક વખત ઋણ સ્વીકાર કરીએ છીએ.