આજ રોજ ૯ મી ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધારાસભ્ય રમેશભાઈ કટારા અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સરકારે આદિવાસી સમાજ માટે કરેલી વિવિધ યોજનાનુ એક શોર્ટ ફિલ્મ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું માનગઢમાં બનેલી ઘટનાને યાદ કરી આદિવાસી સમાજે બલીદાન આપ્યું. તેની યાદો તાજા કરી હતી તેમજ ગુજરાત સરકાર પણ આદિવાસી બંધુઓ જોડે કદમ થી કદમ મીલાવી આદિવાસી દિવસની ઉજવણી કરી રહી છે. તે પ્રસંગે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, ફતેપુરા મામલતદાર પરમાર, તાલુકા વિકાસ અધિકારી, ભાજપ પાર્ટી પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ડો.અશ્વિનભાઈ પારગી, પ્રફુલભાઈ ડામોર, ફતેપુરા APMC ચેરમેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ફતેપુરા બસ સ્ટેશનમાં વિવિધ નાચગાન સાથે આ ઉત્સવની ઉજવણી કરી હતી.
ફતેપુરા નગરના APMC ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES