દાહોદ જિલ્લાના ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયથી વડવાસ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરીને વડવાસ લીમડા હનુમાન પંચમુખી હનુમાન મંદિરના દર્શન કર્યા, ત્યાંર બાદ વિદ્યાર્થીનીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભજન, ધૂન કરીને ભક્તિમય વાતાવરણ બન્યું હતું અને પ્રવાસમાં સમગ્ર નાસ્તાનું અયોજન શાળાના શિક્ષક આર.એસ. પટેલ તરફથી કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર પ્રવાસનું આયોજન પ્રવાસ મંત્રી એચ.જે. પારગી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફગણ અને આચાર્ય ડી.એન. પ્રજાપતી સાહેબ પણ પૂરેપૂરો સહયોગ રહ્યો હતો. પગપાળા પ્રવાસમાં સર્વે સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીનીઓએ મોજ અને આનંદપૂર્વક લાહવો લીધો હતો.
HomeFatepura - ફતેપુરાફતેપુરા નગરની જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા પગપાળા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું