દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં હિન્દુ મહાસભાના આગેવાનો દ્વારા નગરમાં અજાણ્યા લોકોનો વસવાટ અને બજારમાં ફરી રહ્યાના ભાગરૂપે પોલીસને લેખિત જાણ કરાઈ
ફતેપુરા બજારમાં અમુક અજાણ્યા લોકો ધંધાના ભાગરૂપે અવરજવર કરે છે અને કેટલાય સમયથી હાલ વધુ અવર જવર જણાઈ રહેલ છે અને દુકાનો અને મકાનો પણ ભાડે લેવાની ઘટનાઓ બની રહી છે. અને વધુમાં ભિખારીઓની સંખ્યાઓમાં પણ મોટા પાયે વધારો થઈ રહ્યો છે.
દેશમાં વધી રહેલા ચોરી હત્યા અને અન્ય અરજ કરતાઓમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. દરરોજ આપણે એવા લોકોને જોઈએ કે તેમની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ રહી છે. આ લોકો દ્વારા ભાડેપટ્ટે લીધેલ મિલકતો ની ચકાસણી કરી યોગ્ય પગલાં લેવા વિશે જણાવતા પોલીસને વેરીફીકેશન બાબતે જાણ માટે લેખિતમાં હિન્દુ મહાસભા ફતેપુરાના આગેવાનો દ્વારા ફતેપુરા પી.એસ.આઇ.ને જાણ કરવામાં આવી હતી. તથા દાહોદ જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષકને પણ બાબતે જાણ કરવામાં આવી છે.