- બહાર ગામના ભક્તો અને વડીલો પણ કથા શ્રવણ કરવા વધારે તેવી આયોજન કમિટીની ખાસ વિનંતીઓ છે.
- કથા શ્રવણ કરવા આવનાર ભક્તો માટે રહેવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર પોલીસ સ્ટેશનની સામે પરમ પૂજ્ય ગીરીબાપુના શ્રીમુખેથી તા.૨૯/૧૦/૨૦૨૨ ને શનિવારથી શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સોમાભાઈ પ્રજાપતિ પાર્ટી પ્લોટમાં કથાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તે પૂર્ણતાને આરે છે. આજ રોજ શિવભક્તો દ્વારા ધજા સ્થાપિત કરવામાં આવી હતી.
ફતેપુરા નગરમાં શિવ કથાને લઈને વિસ્તારમાં બેનર મારી, પત્રિકાઓ આપી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે. પૂજ્ય ગીરીબાપુના શ્રી મુખેથી શ્રાવણ મહાત્મય, લિંગ પ્રાગટ્ય, સતીપ્રથા, શિવ પાર્વતી વિવાહ, કાર્તિકેય – ગણેશ પ્રાગટ્ય, દ્રાદશ જ્યોતિર્લિંગ કથા તથા રુદ્રાક્ષ મહિમા, ભસ્મ મહિમા, શિવ મહિમા, શિવના નામનો મહિમા વિશે વિસ્તૃત જાણકારી પરમ પૂજ્ય ગીરીબાપુ ના મુખારવિંદે થી કથા સ્થળે કરવામાં આવશે. ત્યારે ફતેપુરા તાલુકો રાજસ્થાન રાજ્યની અડી ને આવેલો તાલુકો હોવાથી રાજસ્થાન થી તેમજ એમ.પી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો કથા નું રસપાન કરવા આવે તે માટે દરેક ભક્તોને આયોજક તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. લોકોને કથા સ્થળ સુધી લાવવાના પ્રયત્નો આયોજન કમિટી ની પણ રચના કરવામાં આવી છે. તેઓ દ્વારા કથા શ્રવણ કરવા આવનાર લોકો માટે રહેવાની, સુવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા કમિટીઓ દ્વારા કરવામાં આવેલ છે. તા. ૨૯/૧૦/૨૦૨૨ ને શનિવારના રોજ પોથી યાત્રા નીકળશે. કથા તે જ દિવસ થી બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી સોમાભાઈ પ્રજાપતિ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવેલ છે. કથા ની પૂર્ણાહુતિ તા.૦૬/૧૧/૨૦૨૨ ને રવિવારના રોજ થશે.