દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુર આવેલ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનને દર વર્ષે ધજા ચઢાવવામાં આવે છે. જે ધજા મુંબઈના રહેવાસી રાકેશભાઈ શાહ અને તેમના ધર્મપત્ની સોનલબેન શાહ દ્વારા દર વર્ષે ચઢાવવામાં આવે છે અને આ વર્ષે પણ તેઓ દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી.
વધુમાં જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનને અભિષેક, પૂજા તેમજ અર્ચના તથા દરેક વિધિ પૂરી કરી કરવામાં આવી હતી, અને આ પ્રસંગે ફતેપુરામાં જૈન સમાજના ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળી અને પોતાના પરિવાર સાથે ભાગ લીધો હતો અને સર્વે વિધિ-વિધાન પતાયા પછી શકળ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું.