ફતેપુરાના વડવાસ નીલકંઠ મહાદેવ મંદિરેથી કાવડ યાત્રાની શરૂઆત કરવામા આવી હતી. ફતેપુરાની મહિલા મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં અંદાજે ૨૫૦ જેટલી મહિલાઓ દ્વારા કાવડ યાત્રા નીકાળવામાં આવી હતી.
ફતેપુરા નગરની મહિલા દ્વારા કાવડ લઈ વડવાસના નિલકંઠેશ્વર મહાદેવ મંદિરથી જળ કાવડમાં ભરી ફતેપુરાના કામેશ્વર મહાદેવ મંદિરે શિવજીને અભિષેક કરવાનું આયોજન કરવામાં આવેલ ત્યારબાદ મંદિરમાં આરતી, ભજન સાથે પૂજા કરવામાં આવી હતી અને પ્રસાદી સાથે મહિલાઓ પરત ફરી હતી.
સમગ્ર યાત્રા દરમિયાન પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. ફતેપુરા નગરમા મહિલાઓ દ્વારા પ્રથમ વખત મહિલાઓની કાવડયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. આ પ્રથમ વખત નીકળેલી મહિલાઓની કાવડ યાત્રામાં મોટી સંખ્યામા મહિલાઓ શ્રદ્ધા ભેર જોડાઈ ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે મહિલાઓ દ્વારા કાવડ યાત્રા માટે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર પસંદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર નગરમાં કાવડ યાત્રામાં મહિલાઓ એક જ સરખા ડ્રેસમાં જોવા મળેલ હતા.