દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે વારંવાર ટ્રાફીક જામ થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. નગરના મુખ્ય માર્ગો પર આડેધડ વાહન પાર્કીગ તેમજ ભારે વાહનો ના કારણે વારંવાર ટ્રાફીક જામ ના દ્રશ્યો જોવા મળે છે. જેના કારણે લોકો નો સમય બરબાદ થાય છે. ખાનગી પેસેન્જર વાહનો નો વ્યાપ પણ વધી ગયેલ જોવા મળે છે. પોલીસ ની રહેમ નજર હેઠળ ખાનગી વાહનો મા જીવ ના જોખમે ઘેટાબકરા ની જેમ બેરોકટોક પેસેન્જરો ની હેરફેર થાય છે અને એવા સમયે ટ્રાફિક પોઈન્ટ પરના પોલીસકર્મીઓ સાઇડમાં ઉભા રહી ગપ્પાં મારતા જોવા મળે છે.
જયારે પોતાના નજર સમક્ષ ખાનગી વાહનો બેરોકટોક ક્રુઝર જેવી ગાડીઓમાં ચાલીસ જેટલા મુસાફરો આગળ બોનેટ પર, ઉપર કેરિયર પર અને પાછળ લટકીને જતા હોય ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા આખ આડા કાન કરી રહી છે. તેનું કારણ શું? સમગ્ર ફતેપુરામાં લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મોટાપાયે ખાનગી વાહનો પાસેથી ઉઘરાણી કરી રહેલા પોલીસકર્મીઓ ના કારણે પ્રજાને વેઠવાનું આવી રહ્યું છે. જો આ ટ્રાફિકની સમસ્યા જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હલ કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં ફતેપુરાની જનતા ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને મોટું આંદોલન પણ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.