THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
ફતેપુરામાં નવીન બનેલ બસ સ્ટેશનમાં છેલ્લા પંદર દિવસથી બોરની મોટર બગડી જતાં પીવાનું પાણી સંડાશ બાથરૂમ નું પાણી કે કોઇપણ જાતનું પાણી નું ટીપું પણ નથી આટલા પેસેન્જરની ભીડ નાના બાળકો ઘરડાઓ ગરીબ વર્ગના માણસો જે વીસ રૂપિયા ની પાણીની બોટલ કેવી રીતે ખરીદી શકે માંડ માંડ ભાડાના પૈસા ઉછીના લઈ ભાડું કરી મજૂરીએ જતા હોય છે ત્યાં વળી બસ સ્ટેશન પર આવતા કે મજૂરી કરીને ત્યાંથી આવતા બસ સ્ટેશન પર પાણી ટાંકી ની અંદર પીવા માટે મળતું નથી ડ્રાઇવર-કંડકટરો બિચારા 200 ૩૦૦ કિલોમીટરની કિલોમીટરની મુસાફરીથી આવીને પાણી પીવા માટે પાણી તેમ જ સંડાશ બાથરૂમનો ઉપયોગ કરવા જતા પાણી અંદરના મળતા વીસ રૂપિયાના પાણી ના બોટલનો ઉપયોગ કરતા હોય છે
ફરજ પરના ટ્રાફિક કન્ટ્રોલર દ્વારા જાણ કરવામાં આવેલ હતી કે મોટર બગડી ગઈ છે છતાં આજે કાલે આજે કાલે કરતાં ૧૫ પંદર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી તેનો કોઈ જાત ની તંત્રને પડેલી નથી તેઓ એસીમાં બેસી રે તેઓને શું ખબર પડે ગરીબોની હાલત…..
ફતેપુરા બસ સ્ટેશન ઉપર પાણીની ટાંકી બનાવેલી છે જે ઉપરના ભાગમાં બનાવેલી છે હવે તે ટાંકી ઉપર ચડવા માટે કે ટાંકીને સાફ-સફાઈ કરવા માટે તેમાં પાણી નાખવા માટે કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવેલ નથી તેમાં સીડી પણ બનાવેલી નથી ઉંચાણ વધારે હોવાથી તેમાં સીડી મૂકીને પણ ચડી શકાય તેમ નથી. ઉપલા અધિકારીઓ દ્વારા કંટ્રોલરને કહેવામાં આવેલું કે તમો ટેન્કર નખાવી લો પરંતુ ટાંકી ઉપર જવા માટે કોઈ રસ્તો જ નથી કે ટાંકી કયા બનેલી છે તે પણ જોવાતું નથી હાલ ગરમીનો પારો બહુ વધી ગયેલ છે ૪૬ ડિગ્રી તાપમાન રહે છે આ તાપમાનમાં નાના ભૂલકાઓ ઘરડાઓ પાણી ના મળતા ઘણી વખત બેભાન પણ થઇ જાય છે આ બાબતે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં ભરી પાણી વિશે ઘટતી કાર્યવાહી કરે તેવી મુસાફરો અને આજુબાજુમાં રહેતા લોકોની વિનંતી છે અને લોકચર્ચા એવી છે કે આ આખું તંત્ર કુંભકર્ણ ની નિદ્રામાં સૂતી છે. તો આ બાબતનો નિકાલ ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું.