Sabir Bhabhor – Fatepura
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેન્દ્રસિંહ માલવીયાના અધ્યક્ષ સ્થાને પાણીયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મહેન્દ્રસિંહ માલવીયાએ પ્રાસંંગિક વક્તવ્ય આપી આદિવાસી લોક નૃત્ય કરી ઢોલ વગાડી પાણી યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે પૂર્વ સાંસદસભ્ય પ્રભાબેન તાવિયાડ, પૂર્વ જીલ્લા પ્રમુખ ડો.કિશોર તાવિયાડ, જીલ્લા પ્રમુખ રમીલાબેન, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રજ્જાકભાઈ પટેલ, ગરબાડા ધારાસભ્ય ચંદ્રીકાબેન, દાહોદ ધારાસભ્ય વજુભાઈ પણદા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ પરમાર સહિતના અગ્રણી નેતાઓ તેમજ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સભ્યો તથા કાર્યકર્તા હાજર રહ્યા હતા. પ્રાસંંગિક પ્રવચનમા ભા.જ.પા. ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે તાલુકાના દરેક ગામડામા પાણીની મોટી ટાંકીઓ બનાવી છે પરંતુ તેમા પાણી કયારેય આવતુ નથી. ફતેપુરા તાલુકાના ગામડાઓમાં કડાણાનુ પાણી આપવાની ઉગ્ર માંંગ જણાવી હતી. ઘુઘસ થી નીક્ળેલી પાણીયાત્રા ફતેપુરા નગરમા થઈ દાહોદ જીલ્લાના વિસ્તારોમા ફરતી જઈને ૨૮મીએ વડોદરા ખાતે પહોચશે.