Newstok24 – Sabir Bhabhor – Fatepura
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોરમહુડી ગામે ગતરોજ મધ્ય ગુજરાત વિજ કંપની ના વીજ થાંભલા ટ્રક માથી ઉતારતી વખતે અચાનક બધા થાંભલા એકસાથે નીચે ધસી આવતા થાંભલા ઉતારતા માણસો પૈકી ના શહેરા તાલુકાના નાડા ગામ ના રહેવાસી પારસીંગ ભાઇ ફતાભાઈ પટેલ થાંભલા નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ તેમનુ મૃત્યુ થયુ હતુ. આ અંગે ફતેપુરા પોલીસ ને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માત નો ગુનો નોંધી પંચનામુ કરી લાશ ને પોસ્ટમોટર્મ માટે ફતેપુરા મોકલી આપી હતી.