SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના વડવાસ ગામે રહેતા હીરાભાઈ ગવાજીભાઈ ગરવાળ તથા તેમની પત્ની ગતરોજ કોઈક ના મરણ પ્રસંંગ મા જઈ પરત પોતાના ઘરે આવ્યા પછી તેમના છોકરાઓ ખેતર મા કામ અર્થે ગયેલા દરમિયાન તેમના પત્નિ સવિતાબેન ન્હાવા જતા હ્તા ત્યારે હીરાભાઈ કોઈક કારણોસર એકાએક ઉશકેરાઈ અને દોડી આવી સવિતાબેન ના મોઢા તેમજ ગળા ના ભાગે કુહાડી વડે મારી દેતા બુમાબુમ થતા આજુબાજુ ના રહિશો તેમજ તેમના છોકરા છોકરી દોડી આવ્યા હ્તા પરંતુ હિરાભાઈ ત્યાથી ભાગી ગયા હતા તેમના છોકરા ઓ એ સારવાર અર્થે લઈ જવા માટે કોશીષ કરી પરંતુ ત્યા જ મ્રુત્યુ થઈ ગયેલા જણાતા ફતેપુરા પોલીસ ને જાણ કરતા પો.સ.ઈ. બી.એમ.રાઠવા તેમના પોલીસ સ્ટાટાફ સાથે ઘટ્ના સ્થળે પહોચી પંચનામુ કરી લાશ ને પોસ્ટ્મોર્ટ્મ માટે ફતેપુરા સરકારી દવાખાને લઈ ગયા હતા. ઉપરોક્ત ઘટ્ના અંગે મ્રુતક ના પુત્ર શાન્તુભાઈ એ ફરિયાદ આપતા ફતેપુરા પોલીસે ઈ.પી.કો કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર હીરાભાઈ ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.