Saturday, April 12, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા પંચાયતના સરપંચ દ્વારા 5,91000/- ની ઉચાપત કરાતા પંચાયત સભ્યો...

ફતેપુરા પંચાયતના સરપંચ દ્વારા 5,91000/- ની ઉચાપત કરાતા પંચાયત સભ્યો દ્વારા ઉપવાસની ચીમકી, ભ્રષ્ટાચાર બાબાતે જીલ્લા વિકાસ અધિકારી મૌન કેમ?

IMG_9703NewsTok24 – Sabir Bhabhor – Fatepura

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા 13 મા નાણાપંચ ની ગ્રાંટ વર્ષ 2014-2015ના નાણા ની પોતાના સગાભાઈ પ્રકાશના નામે ચેક બનાવી રુ. 15000, 25000, 49000, 49000 એમ અલગ  અલગ તારીખો એ કુલ 1,38000  રૂપીયા ઉપાડી લીધા હતા તેમજ અન્ય પેઢીઓ ના નામે અલગ અલગ ચેક દ્વારા રૂ. 4,53000 એમ કુલ મળી રૂપીયા 5,91000 જેટલી મોટી રકમ કોઈપણ જાતની કામગીરી કર્યા વગર બારોબાર રૂપીયા ઉપાડી ઉચાપત કરતા ફતેપુરા પંચાયત ના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ને લેખીત અરજી આપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોદ્દા પરથી દુર કરવા માંગણી કરવામા આવી છે અને તા.16/11/2015 સુધીમા કાર્યવાહી ન થાય તો 17/11/2015 ના રોજ પંચાયતના સભ્યો તાલુકા પંચાયત આગળ ઉપવાસ પર બેસવાના છે. અગાઉ પણ અનેક વખત આ સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ની ફરીયાદ ઉઠવા પામી હતી. અને જીલ્લા વિકાસ અધિકારી ને પણ રજુઆતો કરવા છતાપણ ફતેપુરા પંચાયત ની કામગીરી કે ભ્રષ્ટાચાર વિશે અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામા આવે છે. અને કોઈપણ જાતની કાર્યવાહી કરવામા આવતી નથી જેના પગલે ફતેપુરા ની ભોળી પ્રજા ને પ્રાથમિક સવલતો પણ નથી મળવાથી વંચિત રહી જાય છે અને સરકારી ગ્રાંટ જેટલી પણ આવે તે લાગતા વળગતા સત્તાધીશો બારોબાર વગે કરી જાય છે.header honda

શું તાલુકા વિકાસ અધિકારી કાર્યવાહી કરવા કોઈ બીજા પુરાવાની રાહ  જોઈ રહ્યા છે કે પછી તેમને આ કાર્યવાહી કરવામાંજ રસ નથી આ પણ એક ઉકેલ માંગતો કોયડો છે.

શું પંચાયત કોઈ ખાનગી મિલકત છે ? નથી ? તો પછી આવા ભ્રષ્ટ વહીવટકર્તા કહેવાતા લોકસેવકો ઉપરતંત્ર દ્વારા પગલાં કેમ નથી ભરાતા આ યક્ષ પ્રશ્ન લોકેને સતાવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments