PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરામાં પેટ્રોલ પંપની સામે રહેતા ચતુર ચતુરભાઈ ધુળાભાઈ તાવીયાડને ત્યાં થોડા દિવસો અગાઉ તેમની તિજોરીમાંથી સોનાની ચેન આશરે ૩૬ હજાર રૂપિયાની સોનાની ઝુમાખી, ₹.૯૦૦૦ ની હાથે પેરવાની ચાંદીની લક્કી, ચાંદીના છડા ₹.૮૦૦૦ના, કાનમા પેરવાની શેરો ₹.૯૦૦૦ની, ડબ્બામાં મૂકેલા રોકડા ₹. ૩૦૦૦ બધું મળી કુલ ₹. ૬૫,૦૦૦ની રકમની ચોરી થઈ હતી તેઓ તિજોરી હંમેશા લોકો કર્યા વગરની રાખતા હતા તને ઘરના બારી-બારણા અને નકૂચા કે બારી કોઈ જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળ્યા ન હતા જેથી મારા ખુલ્લા ઘરમાંથી ચોરી કરવામાં આવેલ છે મારા ઘરમાં પ્લમ્બરનું કામ હોવાથી પ્લમ્બરનું કામ કરવા માટે ઇશાકભાઇ ઇસ્માઇલભાઈ મોડિયા અને જેન્તીભાઈ કાળુભાઈ ચમાર આ બંને જણાઓને પાઈપો બદલવા માટે બોલાવ્યા હતા, આ બંને મારા ઘરમાં ચોરી કર્યાનો મને વહેમ છે જેની તપાસ થવા મારી કાયદેસરની ફરિયાદ છે એની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશન આપી હતી ફરિયાદની તપાસ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પીએમ ઝુડાલ સાહેબ કરી રહ્યા છે