PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયશરનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડ્રાઇવ અનુસંધાને સૂચના આધારે તેમજ ઝાલોદ ડિવિઝન ના.પો. અધિ. એ.બી. ડામોર તથા સર્કલ પો.ઇન્સ વી.એ. બ્લોચ નાઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રજી.નં. – ૨૮/૨૦૧૭ ઈ.પી.કો. કલમ ૪૩૬, ૪૨૭, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ મુજબ ના કામનો છેલ્લા ૧૬ માસથી નાસતો-ફરતો આરોપી જેન્તીભાઈ ચુનિયાભાઈ જાતે પારગી ઉ. વ. – 33 રહે. ઘુઘસ નળવા ફળીયા, તા. ફતેપુરા, જી. દાહોદનાઓને ફતેપુરા બસ સ્ટેશનમાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ફતેપુરા P.S.I. એચ.પી. દેસાઈ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જઈ કોર્ડન કરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી