દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે રાત્રી દરમિયાન લાઈટના અજવાળે એક રહેણાંક મકાનની પાછળ ના ભાગે પાના પત્તા વડે જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડી જેલના હવાલે કરવામાં આવ્યા.
મળેલ માહિતી અનુસાર ફતેપુરા પોલીસને ઉપલા અધિકારી ઓ દ્વારા દારૂ જુગારની પ્રવૃતિને નેસ્તોનાબૂદ કરવાના આદેશ મુજબ ફતેપુરા પોલીસ સ્ટેશનના P.S.I. સી.આર. દેસાઈ, મિલનભાઈ કડુભાઈ, મહેશભાઈ પ્રતાપભાઈ, જીતેન્દ્રભાઈ ચુનીયા ભાઈ, પીન્ટુભાઇ સુભાષભાઈ વિગેરે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે નાના શરણૈયા ગામે મુકેશભાઈ અખમભાઈ મહિડાના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો લાઈટ ના અજવાળે પાના પત્તા વડે જુગાર રમે છે મળેલી બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા લાઈટના અજવાળે કેટલાક ઇસમો ટોળું વળીને બેસીને પૈસા પત્તા વડે હારજીત નો જુગાર રમતા હતા. ત્યારે આ જુગાર રમતા આઠે જુગારીઓને પકડીને જેલને હવાલે કરવામાં આવ્યા હતા. તેમાં અલ્કેશભાઇ ઉદાભાઇ ડામોર, રાજેશભાઈ અખમ, લાલસીંગભાઇ બાબુભાઈ ડામોર, જીગ્નેશભાઈ વરસીંગભાઇ ડામોર, ઈશ્વરભાઈ મનસુખભાઈ મહિડા, મુકેશભાઈ અખમ મહિડા શૈલેષભાઈ પારસીગ મહિડા, ભરતભાઈ પારસીગ મહિડા આઠે આરોપીઓની ઝડપી પાડયા હતા
આ સાથે સ્થળ ઉપરથી એક મોટરસાઇકલ હોન્ડા સાઈન અંગજડતી લેતા રૂપિયા 14000 અને દાવ ઉપરના રૂપિયા 1950 અને મોબાઈલ નંબર 3 તેમની પાસેના મુદ્દા માલ સાથે 47,950 ના મુદ્દા માલ કબજે કરીને જુગાના સાધનો સાથે આઠ આરોપી ને જેલના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આમ ફતેપુરા પોલીસે જુગારીયાઓને ઝડપી ને સારી કામગીરી કરેલ જણાઈ આવે છે.