દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વડવાસના ઊંડાવેલા ફળીયા માંથી ગેરકાયદેસર રીતે દારૂ ભરેલી એક મારુતિ પકડી પાડવામાં ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આરોપી (૧) મનોજ નાથું આફવા (૨) નયન પરમાર પ્રજાપતિ રહે. આફવા અને (૩) રાજુ લક્ષ્મણ જાટવા રહે. ભોજેલાનાઓ પ્રોહી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમીટે પોતાની Maruti 800 ગાડીમાં મેગડોવલ વિસકી ના કાચના કોવાર્ટસ નંગ 48, રોયલ સ્ટેજ વિસ્કીના કવાટર નંગ – 48, પ્રિન્સ દેશી મદિરાના 192 લઈ જતા હતા. તેમાં પોલીસને વાહન ચેક કરતા જોઈ આરોપી બે નાસી ગયા હતા અને આરોપી એક ગાડી સાથે પકડાઈ ગયો હતો. તેમાં ભારતીય બનાવટની નાના-મોટા કવાટર્સ નંગ 288 કિંમત ૩૫,૦ ૪૦ નો મુદ્દામાલ અને ગાડીની કિંમત એક લાખ રૂપિયા મોબાઇલની કિંમત 2000 મળી કુલ 1,37,040/- મુદ્દામાલ સાથે આરોપી એક પકડાઈ ગઈ ગયેલ છે. તે સંદર્ભે પોલીસ વધુ તપાસ અર્થે આગળની કાર્યવાહી કરેલ છે.