દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં જ ઘરફોડ ચોરીના ગુનેગારોને ડિટેક્ટ કરી ગુનેગારોને ઝડપી પાડવામાં મળી સફળતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસ અને ઉપલા અધિકારીઓ દ્વારા આપેલા આદેશ મુજબ ચોરીના ગુનાઓને અનડિટેક્ટ ગુન્હા ડિટેક્ટ કરી આરોપીઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે આધારે ગત તા.૦૨/૧૦/૨૦૨૧ ના રોજ ગુનો આઈ.પી.સી.કલમ 457, 458, 380 મુજબનો ચોરીનો ગુનો નોંધીને શોધી કાઢવા ચોરી કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ચોરોની માહિતી મળતા ત્રણ અલગ અલગ ટીમોને તેઓના ઘરે મોકલી ઘરને કોર્ડન કરી છ આરોપીઓને પકડી પાડયા હતા
ફતેપુરાના વાંદરીયા ગામે પ્રાથમિક શાળામાં ઓફિસના દરવાજાનું તાળુ તોડી HC કંપનીનું CPU અને એસ્સાર કંપનીની LCD નંગ ૬ અને એક મોનિટર, એક પ્રિન્ટર આમ તેની કુલ રૂપિયા કિંમત 20,500/= ની ચોરી કરેલ હતી તેની શાળાના આચાર્ય દ્વારા આપેલ માહિતીના આધારે PSI સી. બી. બરંડા એ ગુનો નોંધી તેના આધારે આરોપી અને એક બાળક, કિશોરને ઝડપી પાડયા હતા તેમાં બે ઈસમો વાંદરીયા પૂર્વ નો એક, ચારોળી અને બીજા રાજસ્થાનના હતા અને તેઓએ ઉપયોગમાં લેવાયેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે ફતેપુરા પી.એસ.આઇ તથા સ્ટાફના માણસો ને પકડી પાડવામાં સફળતા મળી હતી આમ ગણતરીના દિવસોમાં ગુનેગારોને ઝડપી પાડવાની કવાયત ને સફળ બનાવવા ની કામગીરી કરી સરાહનીય કામગીરી કરેલ છે