THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
ફતેપુરા પોલીસને ઉપલા અધિકારીઓ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવાના હુકમથી ફતેપુરા P.S.I. તથા સ્ટાફ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે બાતમી મળતા આજે તા.૩૧/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ ફતેપુરા પોલીસ મથકના P.S.I. સી.બી.બરંડા તથા સ્ટાફના માણસો પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર ઉદેશી કલ્પેશકુમાર ડાયાભાઈ તથા જીતેન્દ્રભાઈ ચુનિયા ભાઈ સાથે રાત્રે 02:15 થી 03:15 ના સમયગાળામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા શેરો ચોકડી પાસે આવતા P. S. I. સી બી બરંડાને ખાનગી રાહે બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નંબર GJ-17 BA-4834 મા અમુક ઇસમો ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી કરમેલ ગામે થઈને મોટી શેરો ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. સદર બાતમીના આધારે P. S. I. સી.બી. બરંડા તથા સ્ટાફના માણસોએ શેરો ચોકડી ખાતે વોચમાં ઉભા રહેલ તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી સ્વીફ્ટ ગાડી આવતા આડાસ કરી ઉભી રખાવતા સદર ગાડી શિફ્ટ ગાડી ઉભી રખાવી દીધેલ સ્વીફ્ટ ગાડીમાં જોતા બે ઈસમો બેઠેલા હતા અને ગાડી ચેક કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. જેથી સ્વિફ્ટ ગાડીના ચાલકને નીચે ઉતારી તેનું નામ ઠેકાણું પુછતા તેણે પોતાનું નામ ગીરીશભાઈ ઉર્ફે કિરીટભાઈ છત્રસિંહ રાઠોડ રહે. દેલોચ રાઠોડ ફળિયું તાલુકો મોરવાહડપ જીલ્લો પંચમહાલ તથા બાજુની સીટમાં બેઠેલા ઇસમને નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ પીન્ટુભાઇ છત્રસિંહ મુનિયા રહેવાસી રજાયતા તાલુકો મોરવાહડફ જીલ્લો પંચમહાલ હોવાનું જણાવ્યું હતું. સદર પકડાયેલા ઈસમો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત સ્વીફ્ટ ગાડી તેમજ મોબાઈલો મળી ફુલ રૂ.2,85,020 નો મુદ્દામાલ ઝડપી આ બે ઇસમોની ધરપકડ કરી હતી.