દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓની સૂચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ બી.વી. જાધવ તથા સર્કલ પો.ઇન્સ. એમ.જી. ડામોર નાઓએ દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવાની સૂચના અને માર્ગદર્શન આપેલ. જે આધારે આજે તા.૩૧/૦૫/૨૦૨૧ ને સોમવારના રોજ ફતેપુરા પો.સ્ટે. ના P.S.I. સી.બી. બરંડા નાઓ તથા મુકેશકુમાર ઉદેસિંહ અ.હે.કો. બ.નં. ૧૦૭૧, મિલનકુમાર કડુંભાઈ અ.હે.કો. બ.નં.૧૦૩૬, મુકેશભાઈ નરવતભાઈ બ.નં. ૧૨૩૧ તથા અ.પો.કો. કલ્પેશભાઈ ડાયાભાઈ બ.નં. ૧૨૩૦ એ રીતના પોલીસ સ્ટાફના માણસો સાથે ફતેપુરા પોસ્ટે વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તેવામાં સી.બી. બરંડા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર GJ-20 A-1980 ની અંદર બે ઈસમ ઇંગ્લિશ દારૂ લઇ રાજસ્થાન તરફથી કરમેલ ગામે થઈ મોટી શેરો ચાર રસ્તા તરફ આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે મોટી શેરો ચાર રસ્તા પાસે આવી વોચ તપાસમાં હોય તે દરમિયાન ઉપરોક્ત ગુણવાળી સ્કોર્પિયો ગાડી ઉભી રાખી જોતાં સદર ગાડીમાં બે ઈસમો બેઠેલ હોય અને સદર ગાડીમાં ચેક કરતા વચ્ચેની સીટમાં તથા પાછળની સીટમાં ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂની પેટીઓ ભરેલ હોઇ જેને બહાર કાઢી ગણી જોતા મેકડોવેલ નં. ૧ ડીલક્ષ કલેક્શન વ્હિસ્કી ના ૧૮૦ મી.લી. ના કાચના ક્વાર્ટરીયા નંગ – ૧૪૪ કિં.₹. ૨૧,૬૦૦/- તથા રોયલ સ્ટેજ ડીલક્ષ કલેક્શન વ્હિસ્કી ના ૩૫૦ મી.લી. ના કાચની બોટલ નંગ-૨૪ કિં.₹.૮,૬૪૦/- તથા રોયલ સ્ટેજ ડીલક્ષ કલેક્શન વ્હિસ્કીના ૧૮૦ મી.લી. ના કાચના ક્વાર્ટરીયા નંગ – ૯૬ કિં.₹.૧૭,૨૮૦/- તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરની ૫૦૦ મી.લી. ના ટીન બિયર નંગ-૩૮૪ કિં.₹. ૪૬,૦૮૦/- તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયર ની ૬૫૦ મી.લી. ની કાચની બીયર નંગ-૨૪ કિં.₹. ૩,૨૪૦/- નો મળી કુલ મુદ્દામાલની કિં. ₹. ૯૬,૯૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સ્કોર્પિયો ગાડીની કિં.₹. ૨,૫૦,૦૦૦/- તથા ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ નંગ-૧ ની કિં.₹. ૨૫૦૦/- મળી કુલ ₹. ૩,૪૯,૩૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુરેન્દ્રભાઈ શંકરભાઈ જાતે કોળી ઉ.વ. ૩૦ વર્ષ રહે. રણિયાર, તા.ઝાલોદ, જિ. દાહોદ અને દાઉદ ઉર્ફે દિનેશ ગજાભાઈ જાતે ડામોર ઉ.વ. ૨૬ વર્ષ રહે. મઘાનીસર, તા. ઝાલોદ, જિ. દાહોદ નાઓને દારૂના ગેરકાયદેસરના જથ્થા સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.
HomeFatepura - ફતેપુરાફતેપુરા પોલીસને ₹.૯૬,૮૪૦/- ના ઇંગ્લિશ દારૂ સાથે કુલ ₹.૩,૪૯,૩૪૦/- નો મુદ્દામાલને પકડી પ્રોહીબીશનના...