
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા પોલીસ તંત્ર સતેજ થઈ ગયેલ જોવા મળેલ છે, દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના આદેશ અનુસાર ફતેપુરા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.રાઠવા દ્વારા જાહેરમાં જુગાર રમતા લોકોને રોકવા માટે પેટ્રોલીંગ દરમ્યાન સબ ઇન્સ્પેક્ટર સી.બી.બરંડાને ખાનગી રાહે બાતમી મળેલ કાંતિભાઈ વાલજીભાઇ પારગી ઘરની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે બેસી ગેરકાયદેસર રીતે પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમી રહેલ હતા ત્યાં રેડ પાડતા ૯ જેટલા ઈસમોને રૂપિયા ૧૨,૪૩૦/- તથા મોબાઇલ નંગ 5 તેની અંદાજિત કિંમત રૂપિયા ૨૫૦૦/- કુલ રકમ રૂપિયા ૧૪,૯૩૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
આ જગ્યાએ ગેર કાયદેસર જુગાર રમતા આરોપીઓ (૧) ગૌરાંગભાઈ તેરર્સીંગભાઈ પારગી, (૨) પર્વતભાઈ વાલજીભાઇ પારગી, (૩) કાંતિભાઈ વાલજીભાઇ પારગી, (૪) બદજીભાઈ સુકાભાઈ પારગી, (૫) રાજેશભાઇ વાલાભાઈ પારગી, (૬) માનસીંગભાઈ ગૌતમભાઈ પારગી, (૭) દિપકભાઇ બદજીભાઈ તાવીયાડ, (૮) જસવંતભાઈ લાલાભાઇ ડામોર અને (૯) મહેશભાઈ ભરતભાઈ ડામોરને પકડી પાડવામાં ફતેપુરા પોલીસને સફળતા મળેલ છે. તેમજ વધુ જુગારીયા ને પકડવા માટે ફતેપુરા પોલીસે કમર કસી છે,