ફતેપુરા પોલીસને ઉપલા અધિકારીઓ દ્વારા દારૂ જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા સૂચનાઓ આપેલ તે આધારે ફતેપુરા PSI જી.કે. ભરવાડ, વિનુજી મેરૂજી, અર્જુનભાઈ, કિરણભાઈ વિગેરે સ્ટાફ રાજસ્થાનમાંથી આવતા જતા વાહનોની ચેકિંગ માં પાટવેલ બોર્ડર ઉપર ઊભા હતા. દરમિયાન એક મોટરસાયકલ શંકાસ્પદ થેલા બાંધેલ સાથે આવતી જણાતા તેમાં ચેક કરતા તે થેલાઓમાંથી અલગ અલગ બ્રાન્ડની 283 બોટલો તેની કિંમત ₹.40,300 અને અપાચી મોટરસાયકલની કિંમત 30,000 તેમજ મોબાઇલ ફોન કિંમત 5000 કુલ મળી ₹75,300 ના મુદ્દા માલ સાથે આરોપી મોહન ડીંડોરને ઝડપી પાડી ફતેપુરા PSI જી.કે ભરવાડે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
ફતેપુરા પોલીસે પાટવેલ બોર્ડર ઉપરથી મોટરસાયકલ ઉપર લવાતો દારૂ ઝડપી પાડ્યો
RELATED ARTICLES