દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઈન્ડીકા ગાડી સાથે દારૂ ઝડપાયો. ફતેપુરા પોલીસને ઉપરી અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને જિલ્લામાં કડક દારૂબંધી અંગે સૂચના આપી પેટ્રોલિંગ વધારવાના આદેશથી ફતેપુરા PSI સી.બી. બરંડા તથા સ્ટાફ રાજેશભાઈ, કલ્પેશભાઈ, અર્જુનભાઈ, જીતેન્દ્રભાઈ વિગેરે સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન અંગત બાતમીદાર થી માહિતી મળેલ કે ઈન્ડીકા ગાડી નંબર GJ-17 BH-1485 માં ઇંગ્લિશ દારૂ ભરીને સંતરામપુર તરફ જવાનો છે. જેથી વડવાસ ગામે PSI અને સ્ટાફના માણસો ઝાડીઓમાં સંતાઈને તપાસમાં હતા, તે દરમિયાન ઉપરોક્ત વર્ણન વાળી ઇન્ડીકા ગાડી આવતા ઊભી રખાવી પૂછપરછ કરતા ડ્રાઇવર વિનોદ વીરસીંગ બારીયા રહે. બામરોલી. જિ. પંચમહાલનાઓએ જણાવ્યું અને પંચો દ્વારા રૂબરૂ ચેક કરતા વચ્ચેની સીટમાં લાકડાની બનાવેલ પેટીના ચોરસ ખાનામાં છુપાવીને લઈ જતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ મળી આવેલ જેમાં ALL SEASONS ગોલ્ડન 750 ml ની 10 બોટલ અને બ્લેક બાય Bacardi Whisky 750ml ની બોટલ 30 મળી કુલ ૪૦ નંગ બોટલ મળી આવેલી. જેની અંદાજીત કિંમત ₹.28,800/- અને ઈન્ડીકા ગાડીની કિંમત ₹.૩,૦૦,૦૦૦/- આમ કૂલ મળી ₹.3.28,800/- નો બીન અધિકૃત દારૂના જથ્થા સાથે આરોપી વિનોદ વીરસીંગ બારીયાને ઝડપી પાડવામાં આવેલ અને હાલમાં વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
HomeFatepura - ફતેપુરાફતેપુરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ₹.૨૮,૮૦૦/- ના વિદેશી દારૂ સાથે ઇન્ડીકા કાર મળી...