PRAVIN KALAL – FATEPURA
ફતેપુરા પોલીસે લોક અદાલત અનુલક્ષી પોલીસ ડ્રાઇવ રાખવામાં આવી ચોરાયેલ ગાડીયો ની તપાસ, લાયસન્સ વગરનાઓ, પાર્શિગ વગર ની ગાડીયો, હેલ્મેટ વગર ચલાવાવતા લોકો, ખોટી રીતે ટ્રાફિક કનડગત કરતા લોકો વિગેરેની સત્તર જેટલી બાઈકને ડિટેન કરી કોર્ટ ની એન.સિ.આપી હતી. ફતેપુરા બઝારમાં વધુ પડતો ટ્રાફિક બાઈકોનો જ હોય છે, લોકો ખરીદી કરવા કે બેન્ક માં આવે એટલે દાદાગીરી થી બાઈકો જ્યાં ત્યાં ઉભી કરી ને જાય છે તેનાથી ખોટ્ટો ટ્રાફિક રોકાય છે અમુકને તો ટ્રાફિકના નિયમોનું જ્ઞાન પણ નથી હોતુ અને રોંન્ગ સાઈડ આવી લાઈટ ચાલુ કરી પોતે કાયદાકીયના જાણકાર હોય તેમ અડીગો લગાવી દાદાગીરી થી ટ્રાફિક જામ કરતા હોય છે. અને વધુ સમઝદારી દર્શાવતા હોય છે. આમ આજ રોજ પોલીસ જવાનોએ 17 જેટલી બાઇક ડિટેન કરી કોર્ટની એન.સી. આપી અને લોકોને ટ્રાફિક પ્રત્યે સજાગ બની જાગૃત રહેવા સમજાવ્યું હતું.