ઘાસ કાપવા ગયેલી મહિલા પર બળાત્કાર કરનાર આરોપીને ઝડપી જેલના હવાલે કર્યો
ફતેપુરા તાલુકાના ભીચોર ગામ થોડા દિવસ પહેલા ખેતરમાં ઘાસ કાપવા ગયેલી મહિલા પર તેના જ કુટુંબના વ્યક્તિએ બળાત્કાર ગુજારીને નાસી છૂટ્યો હતો. તેની જાણ ફતેપુરા પોલીસ સ્ટેશનને થતા પોલીસે બળાત્કારના ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં પકડીને જેલના હવાલે કરી દેવામાં આવ્યો હતો
ફતેપુરા તાલુકાના ભીચોર ગામે ભાટી ફળિયામાં રહેતા શામજીભાઈ કોયાભાઈ પારગી તેના જ ફળિયામાં રહેતી એક મહિલા પર એકલતાનો લાભ લઈને બળાત્કાર ગુજારીને નાસી છૂટ્યો હતો ત્યારે આજે તા.૩૦/૦૮/૨૦૨૨ ને મંગળવારના રોજ PSI.સી.બી. બરંડાને બાતમી મળેલી કે બળાત્કારી તેના ઘરે આવેલો છે તેવી બાતમી ના આધારે પોલીસ સ્ટાફ સાથે રાખીને ઘરને કોર્ડન કરીને આરોપી સામજીભાઈ કોયાભાઈ પારગીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના ભીચોર ગામે રહેતી મહિલા ઘરકામ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતી હતી ત્યારે તેનાજ કુટુંબના એક વ્યક્તિએ પીડિતાના પોતાના મકાઈ વાળા ખેતરમાં ઘાસ કાપવા માટે ગયેલી તે વખતે આ કામના આરોપીને પાછળથી આવી એકલતાનો લાભ લઇ પીડિતાને પકડી નીચે સુવડાવી મરજી વિરુદ્ધ સંબંધ બાંધી જો તુ કોઈને કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ તેમ કહી જતો રહ્યો. તે પછી બીજે દિવસે તથા ત્રણ દિવસ પછી પણ પિડિતા પાસે ખેતરમાં જઈ અને એકલતાનો લાભ લઈને વારંવાર અવાર નવાર સંબંધો બાંધતો અને ગુનો કર્યો બાબતની ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી ત્યારે ફતેપુરા પોલીસ સ્ટેશન PSI સી. બી. બરંડા દ્વારા તપાસ આરંભી આરોપીને પકડીને જેલના હવાલે કરી દીધો હતો અને કાયદેસરની કાર્યવાહી કરેલ.