દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના નેશરતનપુર ખાતે ગતરોજ વિવાદ મા પડેલ જગ્યા ની માપણી સંદર્ભે બંદોસ્ત મા ગયેલ ફતેપરા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફ પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે નેશરતનપુર ના રહેવાસી દીતા મનોજ આમલીયાર એક જે.સી.બી. વાળા સાથે બોલાચાલી કરતા હતા જેથી પોલીસ સ્ટાફે સમજાવવા ની કોશીષ કરતા દીતા આમલીયાર ઉશ્કેરાઈ જઈ પોલીસ જવાન ની ફેંટ પકડી ઝપાઝપી કરતા કાંડા ઘડીયાલ તેમજ શર્ટ ના બટન ટુટી ગયા હતા. જેથી સ્ટાફ ના માણસો એ દીતા આમલીયાર ને ઝડપી પાડી પોલીસ ના કાર્ય મા અડચણ તેમજ મારામારી બાબતે ગુનો દાખલ કરી જેલના સળીયા પાછળ કરી દીધો હતો.
ફતેપુરા પોલીસ પર હુમલો કરતા એક ની ધરપકડ
RELATED ARTICLES