PRAVIN KALAL – FATEPURA
ફતેપુરા તાલુકાના પોલીસ મથકે IG અભય ચુડાસમાએ ઈન્સ્પેકશન અર્થે મુલાકાત લીધી હતી IG નાં આવવાની જાણ થતાં ફતેપુરા પોલીસ મથકે સ્ટાફ દ્વારા સાફ સફાઇ અભિયાન કરવામાં આવ્યો હતો અને રેકોર્ડ પણ વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા IG એ ફતેપુરા પોલીસ મથકે રેકોર્ડની તપાસણી કરી હતી અને મળેલી ફરિયાદો અનુલક્ષીને ફતેપુરા સ્ટાફને અલ્ટીમેટમ આપ્યું હતું તેમજ ફતેપુરા પાછલા પ્લોટમાં રહેતું એક પીડિત પરિવાર રાજુભાઇ ગોપાલદાસ અને શ્વેતાબેન મુકેશભાઇ પ્રજાપતિની અગાઉની રજૂઆતને ધ્યાનમાં રાખી તેઓને બોલાવવામાં આવ્યા હતા તેમજ ગામના અગ્રણી વિશાલકુમાર નહાર એ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, IGને દારૂબંધી માટેની રજૂઆત તો કરેલી હતી તેમની રજૂઆતો પણ IG સાહેબે ધ્યાનમાં લીધી હતી પીડિત પરિવારની રજૂઆત હતી કે તેમના ઘરમાં રોજે રોજ દારૂ પીવામાં આવે છે અને ફતેપુરામાં દારૂ ખુલ્લેઆમ મળી રહે છે જેથી મારા ઘરના રોજે રોજ દારૂ પીને ધમાલ કરે છે અને રોજે રોજ કમાયેલા પૈસા દારૂમાં પૂરા કરી દે છે જેથી અમારે જીવન નિર્વાહ ચલાવવામાં તકલીફ પડે છે આ માટે અમને ન્યાય મળે અને દારૂ મળતો બંધ તેવી પીડિતાની IG ને રજૂઆત હતી આ બાબતે IG એ પોલીસને અમુક સમય માટે અલ્ટીમેટમ આપ્યું હતું અને પીડિતાને જણાવેલ કે આ બાબતે અહીંયાં કોઈ એક્શન ન લેવામાં ના આવે તો મને ડાયરેક્ટ ફોન કરવો તેવી IG એ જણાવ્યું હતું
રજૂઆત માટે આવેલ પીડિત પરિવાર દૃશ્યમાન થાય છે.